મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિવિલ હોસ્પિટલ નજીક મહેર સમાજના દર્દીઓ માટે આરોગ્ય ભવનનું લોકાર્પણ

શાહીબાગના સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ-ગા

સિવિલ હોસ્પિટલ નજીક મહેર સમાજના દર્દીઓ માટે આરોગ્ય ભવનનું લોકાર્પણ

શાહીબાગના સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ખાતે મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ-ગાંધીનગર સંચાલિત શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનો લોકાર્પણ તેમજ અમદાવાદ–ગાંધીનગર મહેર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલથી માત્ર ૫ મીનિટના અંતરે આ આધુનિક આરોગ્ય ભવન 20000 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે.

આ આરોગ્ય ભવન ન્યુ સિવિલ હોસ્પિટલ નજીક, જુના MLA કવાટર્સ પાછળ, અસારવા સ્થિત નિર્માણ પામ્યું છે, જેનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં આવતા અને ગંભીર રોગથી પીડાતા મહેર સમાજના દર્દીઓ માટે રહેવાની સગવડ કરવાનો છે. આ લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા સહિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.  

આ સમાચાર શેર કરો