સુરતમાં આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધિ, દક્ષિણ ગુજરાતમાં કેન્સર સહિતની લેબોરેટરી થશે અત્યાધુનિક રીતે
ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરત હવે મેડિકલ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. ત્ય

ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરત હવે મેડિકલ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. ત્યારે તબીબી ક્ષેત્રમાં સચોટ નિદાન થાય તે હતુથી અત્યાધુનિક રિપોર્ટ થાય તે માટે સુરતની સોરસ લેબોરેટરી દ્વારા કમર કસવામાં આવી છે. અત્યાધુનિક મશીનરીઓ દ્વારા કેન્સર સહિતની બીમારીઓનુ સચોટ નિદાન કરવામાં આવે છે.
સોરસ લેબોરેટરીના ફાઉન્ડર ડોક્ટર હસમુખ બલરે કહ્યું કે, દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે. તે બધા જ એક જ છતની નીચે થાય તે હેતુથી અમે દુનિયાના શ્રેષ્ઠ સાધનો સાથે આ લેબોરેટરી તૈયાર કરી છે. આ લેબોરેટરીમાં ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર ડાઇગ્નોસીસ, માઇક્રોબાયોલોજી,જિનેટિક્સ સહિતના બધા જ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યા છે. અત્યારે રાજ્ય અને દેશમાં મેડિકલ ટુરીઝમ વધી રહ્યું છે. ત્યારે બહારથી આવતા દર્દીઓના સમયનો બચાવ થાય અને તેમને સુરતમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી રહે તે હેતુથી આ લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ડો.કિન્નરી નાયકએ કહ્યુ કે, આ અત્યાધુનિક સુવિધા વૈશ્વિક સ્તરે સચોટ અને સમયસર નિદાન સેવાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. સોરસ લેબોરેટરીઝ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને અસાધારણ દર્દીની સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત અનુભવી વ્યાવસાયિકો દ્વારા સ્ટાફ ધરાવે છે.
દર્દીઓને ટ્રીટમેન્ટ રિપોર્ટના આધારે ઝડપથી મળી રહે તે હેતુથી આ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જર્મની અને યુએસએના મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી જે મેજરમેનેન્ટ હોય તે જ આવતા હોય છે. અહીં થતા રિપોર્ટ ઈન્ટરનેશનલ લેવલના થતા હોવાનું કહેવામાં આવ્યુ હતુ.






