પારદર્શી વહીવટ આપવાની ગુલબાંગ: દસ વર્ષમાં AMCમાં રસીદકાંડથી ભરતીકાંડ સુધીનો સિલસિલો ચાલ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ છતાં છેલ્લા દસ વર્ષમાં વી.એસ. હોસ્પિટલના બોગસ રસીદકાંડથી લઈ ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ સુધીના બનાવોની હારમાળા જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-2005થી ભાજપસત્તાસ્થાને છે, વીસ વર્ષના સમયમાં અનેક નાના-મોટા કાંડ કે કૌભાંડો પણ થયા છે.
AMCના લેખા જોખા- 20213થી 2025
2013- વી.એસ.હોસ્પિટલ બોગસ રસીદકાંડ
2016- એલ.જી હોસ્પિટલમાં મોતીયાકાંડ
2016- જાન્યુઆરીમાં નગરી હોસ્પિટલમાં મોતીયાકાંડ
2016- બોડકદેવ સિવિક સેન્ટરમાં કેશ કૌભાંડ
2017- 400 કરોડના રોડ તૂટવાનું કૌભાંડ
2017- IOCના બોગસ બિલ બનાવવાનું કૌભાંડ
2019- આસિ.મ્યુનિ. કમિશનરની ભરતીમાં કૌભાંડ
2022 પ્રોપર્ટીટેક્સમાં 200થી વધુ એન્ટ્રી ક્રોડીટ કરવાનું કૌભાંડ
2023 હાટકેશ્વર બ્રિજ મામલે તત્કાલિન સીટી ઈજનેર સસ્પેન્ડ
2025 ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ
AMCના દસ વર્ષના ઈતિહાસમાં બન્યા છે આ બનાવો
આમ છતાં કાડં કે કૌભાંડમાં AMC વહીવટીતંત્રમાં ફરજ બજાવતા કોઈ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક ઘેર બેસાડી દેવામાં આવ્યા હોય એવું AMCના દસ વર્ષના ઈતિહાસમાં બન્યું નથી, જ્યારે પણ હોબાળો થાય એ સમયે નાના કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરી વિવાદને સમાવવા વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ પ્રયાસ કરતા હોય છે.
આ પણ વાંચોE-PAPER: વાંચો આજનું 05-01-2025નું ગુજરાત સમાચાર
નાના કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ
પછીથી વિપક્ષ પાછલા બારણે બેઠક કરી સમજાવી લેવામાં આવતો હોય છે, બદલાતા સમયની તાસિર કહો અથવા ઘટતી યાદશક્તિ સમય જતાની સાથે બધુ ભુલી જતાં હોય છે.
સબ કમિટીમાં આરોપિત કર્મચારી-અધિકારીને મામૂલી સજા કરાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાંડ અને કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ અથવા તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા પછી ફરી પાછા નોકરીમાં હાજર કરવા માટે અગાઉથી જ બધી ગોઠવણ વહીવટીતંત્ર અને સત્તાધારીપક્ષ તરફથી કરવામાં આવતી હોય છે. દયાની અરજીના ઓઠા હેઠળ આક્ષેપિત કર્મચારી કે અધિકારી પાસેથી દયાની અરજી મંગાવી અપીલ સબ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે.દર ત્રણ મહિને મળતી આ કમિટીની બેઠકમાં આવા કર્મચારી કે અધિકારીને એક કે બે ઈન્ક્રીમેન્ટ કાપવા જેવી મામૂલી સજા કરી ફરીથી નોકરીમાં અગાઉ તે જે જગ્યાએ ફરજ બજાવતા હોય છે ત્યાં હાજર કરી દેવામાં આવતા હોય છે.








