સુરતમાં ભાજપ કાર્યકર્તાએ જાહેરમાં કેક કાપી આતશબાજી કરી જાહેરનામાનો ભંગ કર્યો
સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો

સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તા આલોક ચૌધરીએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી, જેમાં કેક કાપવાની સાથે આતશબાજી પણ કરવામાં આવી. છે.
એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, આલોક ચૌધરીએ બાઈકની સીટ પર કેક રાખીને કાપ્યો, અને તેની આજુબાજુ 25થી વધુ લોકો ગોઠવાયેલા હતા. આ દરમિયાન પાછળથી ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સ્વંય ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે, શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી અને કેક કાપવી ગેરકાયદેસર છે. તેમ છતાં, વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં યુવકો જાહેરમાં જાહેરનામાનો ભંગ કરીને વીડિયો વાયરલ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે.






