રાજકોટમાં ભાજપના કાર્યકરે ગ્રુપમાં અશ્લિલ વીડિયો અપલોડ કરતા બબાલ, મહિલા સદસ્યો અને મહિલા મેયર લેફ્ટ થયા
શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાવતા ભાજપના ગ્રૂપાં અશ્લિલ વીડિયો મુકાતાં રાજકોટમાં ચકચાર મચી છે. રાજકોટ શ

શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાવતા ભાજપના ગ્રૂપાં અશ્લિલ વીડિયો મુકાતાં રાજકોટમાં ચકચાર મચી છે. રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મૂકતા બબાલ મચી ગઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં ભૂલથી અલગ અલગ 6 પોર્ન વીડિયો સેન્ડ કર્યા હતા. જેને પગલે મહિલા મેયર સહિત ભાજપના આગેવાનો શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં અને આ વીડિયોના સ્ક્રીન શોટ થોડી જ વારમાં મીડિયા તેમજ અન્ય ગ્રુપમાં પોસ્ટ થઈ જતાં આ મામલે ભારે ચકચાર મચી છે.
રાજકોટના ભાજપના વોર્ડ નં.4ના 68 વિધાનસભા કિશાન મોરચાના હોદ્દેદારોના આ ગ્રુપમાં મનિષ પરસાણા નામના કાર્યકરના મોબાઈલમાંથી ભૂલથી અશ્લિલ વીડિયો સેન્ડ થઈ જતાં ભારે દેકારો મચી ગયો હતો અને આ ગ્રુપમાં મેયર સહિતના પદાધિકારીઓ પણ હોય વીડિયો સેન્ડ થવાથી હોદ્દેદારો શરમથી પાણી પાણી થઈ ગયા હતાં. શહેર પ્રમુખે કાર્યકરને ઠપકો આપતા વીડિયો રીમુવ કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે આ સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી હતી.
અગાઉ સુરત તેમજ ભચાઉના ભાજપના વોટસએપ ગ્રુપમાં આવા અશ્લિલ વીડિયો વાયરલ થયાના સમાચારો અગાઉ મીડિયામાં આવી ચુકયા છે. ભાજપના જ કાર્યકરે આ વીડિયો ગ્રુપમાં મુકતા ગ્રુપના સભ્યો ભડકયા હતાં અને આ સભ્યને ગ્રુપમાંથી રિમુવ કરવા માટે ગ્રુપના એડમીનને રજૂઆત કરવામાં આવી હતી. મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા.






