મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડીમાં તંત્રએ બિસ્માર રસ્તાનું સમારકામ કરી હાઈટ ગેજ ખડકી દીધો! ભારે વાહન ચાલકોને પડતી હાલાકી

નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવા માટે તેમજ ત્રણ તાલુકાને જોડતો

તસવીર: GSTV

નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવા માટે તેમજ ત્રણ તાલુકાને જોડતો રસ્તો 10 વર્ષ પછી બન્યો હતો પણ આ રસ્તો થોડાક જ મહિનાઓમાં બિસમાર થતાં આજુબાજુના પાંચ ગામોના લોકોએ રસ્તો ખરાબ બનાવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. 

હાલ તો અધિકારીઓએ રસ્તામાં પડેલા ગાબડા કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક રિપેરિંગ કરાવ્યા હતા અને રસ્તો ફરી ના તૂટે તે માટે નસવાડી તાલુકાના હમીરપુરા ગામ પાસે આ રસ્તા ઉપર પ્રવેશવાની જગ્યા ઉપર બેરિકેડ મારી દીધો, જેથી મોટા વાહનો પસાર ન થાય. હાલ આ રસ્તા ઉપર નાના વાહનો જઈ શકે છે પરંતુ ટ્રક અને કપાસ ભરેલા ટેમ્પો પસાર ન થઈ શકતા મોટા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.  

આ સમાચાર શેર કરો