મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના જલાલપોરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર, ખરસાડ ગામ ફેરવાયું બેટમાં

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તો

નવસારીના જલાલપોરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર, ખરસાડ ગામ ફેરવાયું બેટમાં

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઈ છે. ધોધમાર વરસાદ ખાબકતાં જનજીનવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે. જલાલપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામે તારાજી સર્જાઈ છે. ગામની ફરતે બાજુ પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાયું છે. 

રજૂઆત છતાં નિરાકરણ નહીં

નવસારીના જલાલપુર તાલુકામાં આવેલું ખરસાડ ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે. ખેતરો પાણીથી તરબતર થયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં સવારથી વીજ કાપવામાં કરવામાં આવ્યો હતો. ખરસાડ ગામની ગટરમાં ભરાય છે. ગટર ઊંડી કરવા માટે વારંવાર માગ અને રજૂઆત કરી હોવા છતાંય કામગીરી થઈ નથી. 

મકાનોની દિવાલને નુકસાન

ખરસાડ ગામના કાચા મકાનોમાં દર વર્ષે પાણી ભરાય છે. જેના કારણે લોકોને પોતાના ઘરવખરીનું નુકસાન સહન કરવાનું વારો આવે છે. ઢોરઢાખર તેમજ કાચા મકાનોની દિવાલોને પણ ભારે નુકસાન થાય છે. આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષ જૂની હોવા છતાં પણ તંત્ર વરસાદી પાણીના નિકાલને લઈને કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકતી નથી.

આ સમાચાર શેર કરો