મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બગસરામાં મહિલાઓએ થાળી-વાટકો લઈને તંત્રને જગાડવા કર્યો પ્રયાસ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મહિલાઓ પાણી મુદ્દે અનોખો વિરોધ કરી તંત્ર

બગસરામાં મહિલાઓએ થાળી-વાટકો લઈને તંત્રને જગાડવા કર્યો પ્રયાસ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મહિલાઓ પાણી મુદ્દે અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. બગસરામાં બ્રહ્મસમાજની વાડી સામેના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા હોવાથી દેખાવ કર્યો હતો.

બગસરા શહેરમાં આવેલી અને જાણીતી બ્રહ્મસમાજની વાડી સામે વિસ્તારમાં સતત એક મહિના કરતાં વધુ સમયથી પીવાનું પાણી ન આવતા આખરે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવવા આગળ આવી હતી. ઘરમાંથી થાળી-વાટકા લઈ પાલિકા હાય-હાયના સૂત્રોચ્ચાર કરી થાળી-વાટકા વગાડયા હતા.

રસ્તો ખોદી ખાડા કરીને ચાલ્યા ગયા અને પાણીની લાઈનો દબાઈ તૂટી જતા પાણી આવતું બંધ થઈ ગયું હતું. જેથી મહિલાઓએ પીવાના પાણી માટે સંધ્યા ટાણે સૂત્રો સાથે કર્યો અનોખો દેખાવ યોજયા હતા.

આ સમાચાર શેર કરો