ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઇને મહત્ત્વના સમાચાર
ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા

ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાતને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખના નામો જાહેર થવામાં હજુ પણ વિલંબ થઇ શકે છે. 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખ જાહેર થવામાં સમય લાગી શકે છે.
એક-બે દિવસમાં જાહેર થશે નામ
એક-બે દિવસ બાદ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખના નામ જાહેર થઇ શકે છે. દિલ્હી ગયેલા પ્રદેશના ચૂંટણી અધિકારીઓનો દિલ્હી પ્રવાસ લંબાયો છે જેને કારણે નામ જાહેર થવામાં વિલંબ થઇ શકે છે.જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટો શીર્ષ નેતૃત્ત્વ સાથે હજુ ચર્ચા વિચારણા બાકી છે. દિલ્હી હાઇકમાન્ડમાંથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર થશે.
દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠક
દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળશે. આ બેઠક માટે સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી રજની પટેલ, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક બાદ મહાનગર-જિલ્લા પ્રમુખોના નામની પેનલ સાથે પ્રદેશ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCમાં 3 વર્ષ સુધી એક જ જગ્યા પર ફરજ બજાવનાર કર્મચારીઓની થશે બદલી, નવો નિયમ લાગું
350થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
જિલ્લા અને શહેર પ્રમુખનું પદ મેળવવા 350 જેટલા ભાજપના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાંથી 67 ભાજપના નેતાઓએ શહેર અને જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભર્યા છે. અમદાવાદમાં શહેર પ્રમુખ બનવા 25 નેતાઓ મેદાને છે.








