VIDEO : અમદાવાદમાં ચોમાસાની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ, AMCએ યોજી બેઠક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પૂર્વ ઝોન માટે ખાસ 'મોનસૂન એક્શન પ્લાન' અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા આ બેઠકમાં આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓ અને તેના નિવારણ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર અને અમરાઈવાડી વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઉદ્ભવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સર્વેના અહેવાલ મુજબ, આ વિસ્તારોમાં કુલ ૧૬ એવા લોકેશન ઓળખી કાઢવામાં આવ્યા છે જ્યાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જેમાં વિરાટનગર વોર્ડમાં ૭ સ્થળો, ઓઢવમાં ૫ સ્થળો, તેમજ અમરાઈવાડી અને ગોમતીપુરમાં ૨-૨ સ્થળો અત્યંત સંવેદનશીલ હોવાનું સામે આવ્યું છે.
અમરાઈવાડીના સત્યમનગર શાક માર્કેટમાં પાણી ઓસરતા અઢી કલાકનો સમય લાગે છે, જ્યારે ગોમતીપુર ફાયર સ્ટેશન બહાર ૨ કલાક, ઓઢવ ફાયર સ્ટેશન પાસે તથા મુકેશનગરમાં દોઢ કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, સુખરામનગરથી અનુપમ સિનેમા રોડ પર ૫૦ મિનિટ, વિરાટનગર અજિત મિલ ચાર રસ્તા, ઓઢવની છોટાલાલની ચાલી તથા મોમાઈ નગરમાં પણ એક કલાક સુધી પાણી ભરાયેલા રહેવાની આશંકા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા સત્વરે યોગ્ય આયોજન અને કામગીરી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે, જેથી વરસાદી સિઝનમાં સ્થાનિક રહેવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.




