'ગેરકાયદેસર ગુજરાતી'ઓ આવતીકાલે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, વિજાપુરના ધારાસભ્યએ આપ્યું નિવેદન
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાથી ઘુસણખોરી કરેલા ભારતીયને ભારત પરત મોકલવાની કવાયત હાથ ધ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાથી ઘુસણખોરી કરેલા ભારતીયને ભારત પરત મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પરત ફરેલા ગુજરાતીઓને મામલે આવતીકાલે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જગ્યાઓ પર રહેતા ગુજરાતીઓ પરત ફરશે. પોલીસ દ્વારા તમામ મુસાફરોના નામ સરનામા નોંધવામાં આવશે. આવનારા દિવસોમાં પરત ફરેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું
પોલીસ દ્વારા મુસાફરોની પૂછપરછ બાદ તેમાંથી મોટા એજન્ટોના નામ સામે આવી શકે છે. આ મામલે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, વિજાપુર તાલુકામાં અને મહેસાણા સહિત ખેડા તાલુકામાંથી લોકો અમેરિકા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની ચૂંટણીના એજન્ડામાં આ મુદ્દો હતો જે પગલે આ ટોકન સ્વરૂપે ઘુસણખોરી કરતા લોકોને ભારત મોકલવામાં આવી રહ્યા છે. આ બનવાનું કારણ ભારત સિવાય અન્ય દેશોના લોકો અમેરિકા માટે માથાના દુખાવા શરૂ કરતાં હોવાના કારણે આ બની રહ્યું છે. જે પગલે ફાયદા અને ગેરફાયદા પણ હાલમાં થઈ રહ્યા છે.
ખેડાના નડિયાદનો પણ 1 વ્યક્તિ ડિપોર્ટ કરાયાની માહિતી
ડિપોર્ટટેશનના લિસ્ટમાં ખેડાના નડિયાદનો પણ 1 વ્યક્તિ ડિપોર્ટ કરાયાની માહિતી મળી રહી છે. મંજીપુરાના સ્મિત કિરીટભાઈ પટેલ નામનો વક્તિ ગેરકાયદે રીતે અમેરિકા ગયો હતો. સ્મિત પટેલ નડિયાદના મંજીપુરા ગામની રોયલ રેસીડેન્સીમાં રહેતો હતો. સ્મિત પટેલ આજે મોડી રાત સુધી નડિયાદ પહોંચશે. જો કે, સ્મિત પટેલનું પરિવાર હાલ કાઈ પણ બોલવા તૈયાર નથી.






