મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગરીબોના ઝૂંપડા તોડવામાં શૂરી સરકાર, જંગલના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બૂલડોઝર ક્યારે ફરશે

એક તરફ, રાજ્ય સરકાર પર્યાવરણ દિનની ઉજવણી કરી રહી છે ત્યારે બીજી તરફ, ગુજરાતમાં જંગ

ગરીબોના ઝૂંપડા તોડવામાં શૂરી સરકાર, જંગલના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બૂલડોઝર ક્યારે ફરશે

એક તરફ, રાજ્ય સરકાર  પર્યાવરણ દિનની ઉજવણી કરી રહી છે ત્યારે બીજી તરફ, ગુજરાતમાં જંગલોની સ્થિતિ દિવસે-દિવસે ચિંતાજનક થઇ રહી છે.   લોકસભામાં પ્રસ્તુત  કરાયેલાં જવાબનાં જ ગુજરાત  સરકારની પર્યાવરણ પ્રત્યે કેટલી ગંભીર છે તેની હકીકત છતી કરે છે. રાજ્યના જંગલોમાં કુલ 13008  હેક્ટર જમીન પર દબાણ થયું છે . ગરીબોના ઝૂંપડા તોડી સરકાર વાહવાહી મેળવી રહી છે ત્યારે પર્યાવરણની ચિંતા કરનાર ગુજરાત  સરકારને જંગલોમાં દબાણ હટાવવાનું સુઝતું નથી. હવે  લોકો સવાલ પૂછી રહ્યાં છે કે, જંગલના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બૂલડોઝર ક્યારે ફરશે. 

જંગલની 3725 હેક્ટર જમીન ખાનગી પ્રોજેક્ટ માટે પધરાવી દેવાઇ 

મહત્વની વાત તો છે કે, જંગલના હકદાર હજારો આદિવાસીઓ આજે પણ જમીનથી વંચિત રહ્યાં છે ત્યારે જંગલોમાં ગેરકાયદેસર રીતે દબાણો થઇ જાય, 3725.95 હેક્ટર જંગલની જમીનો ખાનગી કોમર્શિયલ પ્રોજેક્ટ્‌સ માટે પધરાવી દેવામાં આવી છે. આ પરથી સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે તે વાત ઉજાગર થઇ છે.

 નગર વન યોજનામાં  સાતેક રાજ્યોને રૂા.134.01 કરોડ ફાળવી 111 પ્રોજેક્ટ્‌સ અપાયા

પર્યાવરણવાદીઓએ એવી ચિંતા વ્યક્ત કરી છેકે, જો આ જ સ્થિતિ રહી તો, ગુજરાતમાં ધીરે ધીરે જંગલોનું કદ ઘટી જશે. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે કેન્દ્રએ જ ગુજરાતને અન્યાય કર્યો છે કેમકે, નગર વન યોજનામાં  સાતેક રાજ્યોને રૂા.134.01 કરોડ ફાળવી 111 પ્રોજેક્ટ્‌સ અપાયા છે પણ આ યોજનોમાં ગુજરાતનો જ સમાવેશ કરાયો નથી. 

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તમાશો નિહાળી રહ્યું છે

આ તરફ, પ્રકૃતિપ્રેમ દર્શાવવામાં આવી રહ્યો છે પણ ગુજરાતમાં 4 હજારથી વધુ એકમો-ફેક્ટરીઓ પર્યાવરણના નિયમોનો ધરાર ઉલ્લંઘન કરી રહી છે તેમ છતાંય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તમાશો નિહાળી રહ્યું છે. પર્યાવરણના માપદંડનું પાલન કરાવવાની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના શિરે છે. આ બોર્ડની દયનીય દશા છે તેનું કારણ એછેકે, માત્ર 40 ટકા સ્ટાફ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં 430 મંજૂર જગ્યા થઇ છે જેમાં 260 જગ્યાઓ ખાલી પડી રહી છે. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જ સરકાર ભરતી કરતી નથી આ પરથી સરકાર પર્યાવરણ પ્રત્યે કેટલી જાગૃત છે તે સ્પષ્ટ દેખાય છે.  

આ સમાચાર શેર કરો