મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ શરૂ, મનપાની કામગીરી સામે સવાલ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન બાદ ફરી વિવાદ જાગ્યો છે. એકતા કોલોનીમાં જ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન બાદ ફરી વિવાદ જાગ્યો છે. એકતા કોલોનીમાં જે TP રોડ પરથી દબાણો હટાવવામાં આવ્યા હતા, ત્યાં સ્થાનિકોએ ફરી ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. તંત્રએ ડિમોલિશન બાદ તાત્કાલિક ડામર રોડ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ કામગીરી શરૂ ન થતા લોકોએ સૂચિત પ્લોટમાં ફરી બાંધકામ શરૂ કર્યું છે. કરોડોના ખર્ચે થયેલા ડિમોલિશન બાદ હવે તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું મહાનગરપાલિકા ફરી એક્શન મોડમાં આવશે કે પછી ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટશે?

આ સમાચાર શેર કરો