મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આઈ.કે. જાડેજાનું રાજકારણ છોડવા અંગે નિવેદન

આઈ.કે. જાડેજાનું રાજકારણ છોડવા અંગે નિવેદન — સોર્સ: gstv

સુરેન્દ્રનગરના સોલડી ખાતે ઉપવાસ છાવણી દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ જાહેર મંચ પરથી રાજકારણ છોડવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આમ જોવા જઈએ તો મેં રાજકારણ છોડી દીધું છે. જોકે, સવારે ઘરે આવતા લોકોનાં કામ કરી આપવાનો સિદ્ધાંત રાખ્યો હોવાથી લોકો માને છે કે રાજકારણ હજુ ચાલુ છે. લોકોના પ્રશ્નો મળે ત્યારે તેના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા જાડેજાના નિવેદનથી ઉપસ્થિત કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

આ સમાચાર શેર કરો