સોનગઢમાં જમવાનું બનાવવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો, બે દીકરીઓ સાથે માતાએ નહેરમાં ઝંપલાવ્યુ, બેના મૃતદેહો મળ્યા
આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સોનગઢમાં રહેતા પવાર પરિવારમાં 3 દીકરીઓ અને પતિ

આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સોનગઢમાં રહેતા પવાર પરિવારમાં 3 દીકરીઓ અને પતિ પત્ની સાથે રહેતા હતાં. મજૂરી કામ કરતાં આ પરિવારમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડાનું કરુણ પરિણામ આવ્યું હતું. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં માઠું લાગતાં મહિલા બે દીકરીો સાથે નહેરમાં કુદી પડી હતી. જેથી શોધખોળ કરતાં બેના મૃતદેહો મળ્યાં છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે.
પાણીમાં ત્રણેય તણાઈ ગયા
સોનગઢ તાલુકાના બાપા સીતારામ નગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મહિલાએ બે પુત્રી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું. પવાર પરિવારમાં જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતા દંપતી પૈકી પત્નીએ બે પુત્રી સાથે ઉકાઈ નહેરમાં ઝંપલાવ્યું હતું. જેથી પાણીના તેજ પ્રવાહમાં ત્રણેય તણાઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ગતરોજ મંદાકિની પવાર નામની મહિલાની લાશ કપૂરા નજીકથી મળી આવી હતી.
દૂર નહેરમાંથી મૃતદેહ મળ્યા
માતાનો મૃતદેહ મળ્યા બાદ દીકરીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે ખુશાલપુરા નજીકથી ગાયત્રી પવાર નામની 7 વર્ષીય પુત્રીની લાશ મળી આવી હતી. હજુય 11 વર્ષીય મોટી દીકરી નિકિતા પવાર મળી નથી. જેથી શોધખોળ યથાવત રાખવામાં આવી છે. બનાવને લઈ પોલીસે આજે પતિ ગોવિંદ પવારની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી બંન્ને લાશનો કબ્જો સોંપવામાં આવ્યો છે. તહેવાર પર જ સર્જાયેલી કરુણાંતિકાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








