VIDEO: બાળકો ભરેલી સ્કૂલ બસ 25 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી, 8 બાળકો ઘાયલ
હરિયાણાના કૈથલમાં ખાનગી સ્કૂલની એક બસ 25 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી હતી. આ અકસ્માત સમયે બસમાં 9 બાળકો સવાર હતા જેમાંથી

હરિયાણાના કૈથલમાં ખાનગી સ્કૂલની એક બસ 25 ફૂટ ઊંડી નહેરમાં ખાબકી હતી. આ અકસ્માત સમયે બસમાં 9 બાળકો સવાર હતા જેમાંથી 8 બાળકોને ઇજા થઇ છે. બસનો ડ્રાઇવર પણ ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે બની દુર્ઘટના
સ્ટીયરિંગ વ્હીલમાં ખામીને કારણે ડ્રાઇવરનો સ્કૂલ બસ પરથી કંટ્રોલ છુટી ગયો હતો જેને કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બાળકો સિવાય ડ્રાઇવર અને એક મહિલા ખલાસી પણ ઘાયલ થઇ છે.
જેવી જ બસ નહેરમાં ખાબકી તો મદદ માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે બસ આસપાસના ગામના વિદ્યાર્થીઓને લઇને સ્કૂલમાં જતી હતી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.






