મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના રસ્તા પર યમરાજ સાથે ચિત્રગુપ્ત જોવા મળ્યા! લોકોના ટોળા ઉમટ્યા

હાલમાં દક્ષિણ ગુજરાતમાં રેલ્વે લાઈન ચર્ચાનું કેન્દ્ર બની છે.

VIDEO: નવસારીના રસ્તા પર યમરાજ સાથે ચિત્રગુપ્ત જોવા મળ્યા! લોકોના ટોળા ઉમટ્યા

હાલમાં દક્ષિણ ગુજરાતમાં રેલ્વે લાઈન ચર્ચાનું કેન્દ્ર બની છે. કીમ કોસંબામાં રેલવે કર્મચારી દ્વારા જ પ્રમોશન મેળવવા કરેલું કાવતરું હોય કે નવસારીની રેલવે લાઇન ક્રોસ કરતાં અનેક કપાઈ જવાને કારણે મોતને ભેટવાનો આંકડો હદ વટાવી રહ્યો છે. જેથી રેલ્વે વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવાની ફરજ પડી છે. નવસારી રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા રેલવે લાઈનને અડીને આવેલા રહેણાંક વિસ્તારમાં શેરી નાટક યમરાજ દ્વારા જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

6 મહિનામાં 50ના મોત

પહેલા વેસ્ટર્ન રેલવે દ્વારા માત્ર અપ અને ડાઉન લાઇન જ કાર્યરત થતી. પરંતુ ગુડઝ ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો થતા રેલવે વિભાગ પેસેન્જર લઈને સમાંતર પડીને નવી રેલ લાઈન બિછાવી તેને કાર્યરત કરી છે. જેને  DFCC કહેવામાં આવે છે. પરંતુ નવસારીના રેલ્વે લાઈનને અડીને આવેલા રહેણાક વિસ્તારમાં આ લાઈન શરૂ થઈ ગઈ છે કે, કેમ તે અંગે ખ્યાલ નથી. જેથી તેઓ અવારનવાર આ લાઈન બંધ છે. એવું સમજીને ટ્રેક પર બેસીને વાતચીત કરવી કે તેને સહેલાઈથી ક્રોસ કરે છે. જેને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ બીલીમોરાથી સુરતની વચ્ચે 6 મહિનામાં કુલ 50 લોકોના મોત આ રેલવે ટ્રેક ઉપર થયા છે. રેલવે લાઇન ક્રોસ કરતા વધેલા મોતના આંકડાને કારણે રેલવે વિભાગ પણ ચિંતિત બની જાગૃતિ અભિયાન ચલાવવાની ફરજ પડી છે.

યમરાજ અને ચિત્રગુપ્તએ જાતે આવવું પડ્યું

હિન્દુ ધર્મમાં યમરાજનું નામ પડતાં જ લોકો થથરી જાય છે. યમરાજ મૃત્યુના દેવતા છે. મોતની અંતિમ ઘડીમાં આત્માને લેવા યમરાજ સ્વયં પૃથ્વી પર આવે તેવી માન્યતા છે. જેથી રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇન ક્રોસ કરતાં સીધા જ યમ સદન પહોંચી જવાય તેવી સૂચક સમજ આપવા યમરાજની મદદ લેવામાં આવી છે. વિજલપોરને અડીને આવેલા રામનગર વિસ્તારમાં યમરાજ અને ચિત્રગુપ્તની જોડીએ લોકોને રેલ્વે લાઈન ક્રોસ કરશે તો જાતે તેમને ઉપાડીને યમલોક લઈ જશે તેવી ચીમકી ઉચ્ચારીને રેલવે લાઇન ક્રોસ ન કરવા યમરાજ આપે તેવી કડક શબ્દોમાં સૂચના આપી હતી. રામનગરમાંથી પસાર થતી DFCC કોરિડોર લાઈન જો ક્રોસ કરી તો યમરાજ જાતે આવીને તેમને ઉપાડી જશે તેવું એક નુક્કડ નાટક ભજવવામાં આવ્યું છે.

શું કહે છે યમ

યમરાજનું પાત્ર ભજવનાર કલાકાર સતીશ મિશ્રા કહે છે કે, હું આ જાગૃતિ અભિયાન કરતો કરતો સુરતથી આજે નવસારી આવી પહોંચ્યો છું. લોકોને મારી અપીલ છે કે, તેઓ રેલવે ટ્રેકને ક્રોસ ન કરે. ત્યાં ગંદકી ન કરે. જો રેલવે ટ્રેક તેઓ ક્રોસ કરશે તો યમ હે હમ. ઉઠા લે જાયેંગે હમ. આ રીતે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરીએ છીએ.

આ સમાચાર શેર કરો