Sabarkantha: રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ
ઈડરીયા ગઢની સૌથી ઊંચી ટોચ પર રૂઠી રાણીનું માળિયું આવેલું છે. જે પર્યટકો અને સ
ઈડરીયા ગઢની સૌથી ઊંચી ટોચ પર રૂઠી રાણીનું માળિયું આવેલું છે. જે પર્યટકો અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ આ જ સ્થળે જોખમી સેલ્ફીઓ લેતા પર્યટકોનો VIDEO વાયરલ થયો છે. ચોમાસાની ઋતુમાં ગઢની ખીલેલી પ્રકૃતિ અને આહ્લાદક વાતાવરણની મજા માણવા આવતા પર્યટકો અને સ્થાનિકો એક મિનિટની રીલ્સ કે સેલ્ફી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ પ્રવૃત્તિઓથી મોટી દુર્ઘટનાની શક્યતા રહેતી હોવાની ચિંતા વધી છે.
રૂઠી રાણીના માળિયાથી 50થી 70 મીટરના અંતરે પોલીસનો વાયરલેસ પોઇન્ટ હોવા છતાં, યુવાનો અને પર્યટકો અહીંથી પણ મોતની સેલ્ફી લઈ રહ્યા છે. સ્થાનિક યુવાન રાકેશ પરમારે જણાવ્યું, "જોખમી સ્થળે સેલ્ફી લેવી ખૂબ જ જોખમી છે, પરંતુ કોઈ રોકટોક નથી." બીજા સ્થાનિક શશીભાઈએ કહ્યું, "પોલીસ અને પાલિકા તંત્ર સુઘડ નથી, દુર્ઘટના બાદ જ એક્શનમાં આવે છે."




