સુરતના ઈચ્છાપોર ગામે મકાન ખાલી કરવાની નોટિસ,સ્થાનિકોએ કહ્યું 70 વર્ષથી રહીએ છીએ હવે ક્યાં જઈએ
સુરતના ઈચ્છાપોર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે ન

સુરતના ઈચ્છાપોર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. 70 જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા. અહીં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા કહ્યું કે, છેલ્લા સાત દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે આ વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ ?
વૃદ્ધો પણ રજૂઆત કરવા પહોંચ્યા
રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા. રજૂઆત કરવા આવેલી દીપિકા પટેલે કહ્યું કે, અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ. ત્યારે હવે અમે ક્યાં જઈએ. અહીં 70થી વધુ પરિવારો વસવાટ કરે છે. બધાને નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમે રજૂઆત એ કરવા આવ્યા છીએ કે, તમે અહીં વર્ષોથી રહીએ છીએ. ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે. અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે તેવી જ અમારી એક માત્ર માંગ છે.
સરકારને આ જમીન બિન ઉપયોગી છે
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કહ્યું કે, ઈચ્છાપોરમાં આવેલા ખરી મોહલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે. તેઓ છેલ્લા સાત દાયકાથી ત્યાં રહે છે. યોર્યાસીના મામલતદાર દ્વારા આ સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદે કબજો કર્યો હોવાની નોટિસ આપવામાં આવી છે. જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ. અમે કહ્યું કે, આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી. આ સરકારી પડતર જગ્યા છે. કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી. તેથી મામલતદાર એ અમને આશ્વાસન આપ્યું છે કે, જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે.








