ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા IAS સંદિપ સાંગલે, સ્થાનિક ચૂંટણી પહેલા મોટી બદલી
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હારિત શુકલાને બદલે હવે

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હારિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદિપ સાંગલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવશે.
સરકારના તમામ વર્તમાન હોદ્દાઓ છોડવા આદેશ
ભારત ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ બાદ આ નિર્ણય લીધો છે. રાજ્યના નવા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) IAS સંદીપ જનાર્દનપંત સાગલે હારીત શુક્લાની જગ્યાએ જવાબદારી સંભાળશે. તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ આદેશ અમલી ગણાશે. સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અથવા કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે. આ નિમણૂક ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13-ક ની પેટા-કલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી છે.




