મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ઈજ્જત બચાવવા આ પગલું ભરું છુ', સુસાઈડ નોટ લખી આપઘાત, એજન્ટે વેપારીના નામે લોન લઈ હપ્તા ન ચૂકવતાં ભર્યુ પગલું

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપડ માર્કેટના

'ઈજ્જત બચાવવા આ પગલું ભરું છુ', સુસાઈડ નોટ લખી આપઘાત, એજન્ટે વેપારીના નામે લોન લઈ હપ્તા ન ચૂકવતાં ભર્યુ પગલું

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપડ માર્કેટના એક વેપારીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. વેપારીએ સુસાઈડ નોટમાં લખ્યું કે, એજન્ટ દ્વારા જાણ કર્યા વગર જ તેના નામે લોન લઈ લેવામાં આવી હતી. ત્યારબાદ લોનના હપ્તા ન ભરવામાં આવતાં હોવાથી બેંક દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું. ફોન કરવામાં આવતાં હતાં. જેથી ઈજ્જત બચાવવા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

બીજાએ લોન લીધી ને ફસાયા

ગોડાદરાના વેપારીએ સુસાઈડ કરી લીધી હતી. રાજેન્દ્ર નામના વેપારીએ સુસાઈડ નોટમાં લખ્યું કે 2018થી વેપારમાં નુકસાન થયું હતું. જેથી આર્થિક સ્થિત કથળી રહી હતી. મને બેંકમાંથી ઉઘરાણી માટે વારંવાર કોલ આવી રહ્યા હતાં. જેથી ઈજ્જત બચાવવા માટે મેં આ પગલું ભર્યું છે. આઈઆઈએફએલમાંથી લોન મેં નહી પરંતુ કલ્પેશ સોનીએ કહ્યા વગર વધુ રેટ સાથે લોન લીધી હતી. કલ્પેશને રૂપિયા આપી દેવા કહ્યું હતું. પરંતુ બાદમાં તેણે મારા ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું.

હપ્તા ન ભરી શકાતા પગલું ભર્યુ 

કલ્પેશને ઘણી વખત કહ્યું હતું પરંતુ તે કંઈ કરતો નહોતો. મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ હપ્તો ક્યારેય મીસ કરતો નહીં. પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવાથી હું આ પગલું ભરુ છું. મારા પરિવારના લોકોને પરેશાન કરતાં નહીં. એવું લખીને તેણે પ્રેશરમાં આવીને આપઘાત કર્યો હતો. હાલ પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો