મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલથી જ કહી દીધું 'તલાક! તલાક! તલાક!'

ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવામાં આવ્યાં છે. તેમ છતાં સુરતના લિંબાયતમાં રહે

સુરતમાં પ્રેમિકાને પામવા પતિએ વીડિયો કોલથી જ કહી દીધું 'તલાક! તલાક! તલાક!'

ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવામાં આવ્યાં છે. તેમ છતાં સુરતના લિંબાયતમાં રહેતી 26 વર્ષીય મહિલાને પતિએ વીડિયો કોલ દ્વારા ત્રણ વખત 'તલાક! તલાક! તલાક!' કહી તલાક આપ્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુખાન શકુરખાને આ પગલું ખોટા સંબંધોને કારણે લીધું હતું.

આ પણ વાંચોઃ સરકારની આ તે કેવી નીતિ? એઈડ્સગ્રસ્તોને અપાતા ભથ્થામાં 15 વર્ષથી થયો નથી વધારો

2021માં લગ્ન થયા હતા

ફેબ્રુઆરી 2021માં તબસ્સુમના લાખુખાન સાથે લગ્ન થયા હતા. જેને પહેલાંથી જ ચાર સંતાન હતા, જ્યારે તબસ્સુમના પણ અગાઉના લગ્નમાંથી બે સંતાન હતા. લગ્ન પછી તબસ્સુમ સાસરીમાં રહેવા ગઇ હતી, પરંતુ થોડા સમય બાદ પતિ લાખુખાનના કિરણ નામની યુવતી સાથેના સંબંધ વિશે જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. લગ્નના થોડાક મહિનામાં જ તબસ્સુમ પિયર સુરત પરત આવી ગઇ હતી. છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ટેલિફોન પર ઝઘડા થવા લાગ્યા હતા.

વીડિયો કોલમાં તલાકનો આક્ષેપ

27 ઓગસ્ટના સાંજે સાડા પાંચ વાગ્યે લાખુખાને તબસ્સુમ સાથે વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદીએ પોતાની સાથે સુરત લાવવા અને સાથે રહેવાની જીદ કરી. આ વિવાદમાં તબસ્સુમને તેને 'તલાક! તલાક! તલાક!' કહી તલાક આપ્યું. આ ઘટનાથી તબસ્સુમ આશ્ચર્યચકિત થઈ ગઈ.

પ્રેમિકાને પામવા પરાક્રમ

વીડિયો કોલની આ ઘટનાના ત્રણ મહિના બાદ તબસ્સુમે લિંબાયત પોલીસ મથકે પતિ લાખુખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પતિએ તલાક માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના લગ્નજીવન પર વિપરીત અસર પાડી છે. પોલીસે તબસ્સુમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણ તલાક કાયદા હેઠળ લાલુખાનને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પ્રેમિકા માટે આરોપી પતિએ તેને તલાક આપ્યા છે.

આ સમાચાર શેર કરો