મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગ્રહો PM મોદીની ફેવરમાં નથી,જ્યોતિષ પ્રમાણે આવનારા સમયમાં તબિયત બગડી શકે

બૃહદ સંહિતામાં લખ્યું છે કે, ગ્રહાધીનાં જગત્સર્વમ્‌... અર્થાત સમસ્ત જગત ગ્રહોને આધીન છે. તેમાંથી પ

ગ્રહો PM મોદીની ફેવરમાં નથી,જ્યોતિષ પ્રમાણે આવનારા સમયમાં તબિયત બગડી શકે

બૃહદ સંહિતામાં લખ્યું છે કે, ગ્રહાધીનાં જગત્સર્વમ્‌... અર્થાત સમસ્ત જગત ગ્રહોને આધીન છે. તેમાંથી પર્વતો, નદીઓ અને પ્રાણીઓ પણ બાદ નથી અને મનુષ્ય પણ બાકાત નથી. ગ્રહોની ચાલ પ્રમાણે હાલ નરેન્દ્ર મોદી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગ્રહો તેમની ફેવરમાં નથી. 

PM મોદીની તબિયત ખરાબ થાય તેવા સંકેત

આગામી સમયમાં તેમની તબિયત ખરાબ થાય તેવા સંકેત મળી રહ્યા છે. તેમની કુંડળી તુલા લગ્નની છે. જેમાં હાલ મંગળની મહાદશામાં ગુરુની આંતર્દશા અને રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. મંગળ-ગુરુ-રાહુની દશામાં તેમણે અમેરિકાની યાત્રા કરી, જેમાં તેમનું સન્માન જળવાયું નહીં. કારણ કે દશાનાથ મંગળ શત્રુની રાશિમાંથી, આંતર્દશાનાથ ગુરુ અષ્ટમ સ્થાનમાંથી અને પ્રત્યંતર દશાનાથ રાહુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. હાલ તેમની અઢી વર્ષની પનોતી પણ ચાલી રહી છે. આથી તેઓ અત્યંત માનસિક પીડામાંથી પસાર થતા હોય.

આઠમી માર્ચથી તેમની કુંડળીમાં મંગળની મહાદશામાં શનિની આંતર્દશા શરૂ થશે, જે તેમના માટે વધારે કષ્ટકારક સિદ્ધ થશે. તા.29 માર્ચના રોજ સૂર્ય ગ્રહણ થવાનું છે ત્યારે પાંચ ગ્રહો મીન રાશિમાં ગોચર કરશે. તા.30ના રોજ છ ગ્રહો મીન રાશિમાં ગોચર કરશે. તેમની કુંડળીમાં મીન રાશિ રોગના સ્થાનમાં ગોઠવાયેલી છે. 

છ ગ્રહો રોગના સ્થાનમાં ગોઠવાતા તેમની હેલ્થ ખરાબ થઈ શકે છે. તેમના રાજકીય પ્રતિદ્વંદ્વીઓ (પક્ષ બહાર અને પક્ષની ભીતર) વધુ બળવાન બને અને તેમની મુશ્કેલીઓ વધારે તેવું પણ બની શકે છે, કારણ કે છઠ્ઠું સ્થાન રોગની સાથોસાથ વિરોધીઓનું પણ છે.

દેશની કુંડળીમાં 11મું સ્થાન વડા પ્રધાનનું ગણાતું હોય છે. ભારતની કુંડળીમાં 11મા સ્થાનમાં છ ગ્રહોની યુતિ થવાની છે. આથી દેશની કુંડળી પણ વડા પ્રધાન માટે સંકટની ઘડી હોવાનો ઈશારો કરી રહી છે. પીએમની કુંડળી પ્રમાણે દેશનું આર્થિક સંકટ આગામી દિવસોમાં વધુ ઘેરું બની શકે છે. 

આ સમય દરમિયાન એકાએક ખરાબ તબિયતનો એવો ઉથલો આવે કે જેના કારણે તેમને લાંબો સમય વેદનામાંથી પસાર થવાનું આવી શકે છે અને સંભવતઃ તેના કારણે કદાચ સત્તા પણ છોડવી પડે. 29મી માર્ચથી દિવાળી સુધીનો સમય તેમના માટે કસોટી રૂપ બની રહેશે. આ માત્ર એક જ્યોતિષીય અભ્યાસ છે. અમે તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ. 

નરેન્દ્ર મોદી વિશેના જ્યોતિષીય પ્રીડિક્શન્સ મોકલો

નરેન્દ્ર મોદીની કુંડળી પ્રમાણે તેમની આગામી ગ્રહદશા કેવી છે તેનું ફળકથન અમને લખીને મોકલવા અમે ગુજરાતભરના જ્યોતિષીઓને ઇજન પાઠવીએ છીએ. આપનો લેખ [email protected] પર લખીને મોકલવા વિનંતી.

આ સમાચાર શેર કરો