અમદાવાદ: 15 વર્ષ પહેલા 180 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આવાસો, ફાળવ્યા નહીં અંતે તોડી પડાયા
અમદાવાદના વટવા EWS આવાસ તોડવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલાજ 70

અમદાવાદના વટવા EWS આવાસ તોડવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલાજ 70 ટકા મકાનો તોડી પાડવામા આવ્યા છે. ઉલ્લેનખીય છે દોઢ દાયકાથી આવાસો બનીને પડી રહ્યા અને હવે તોડવાનો નક્કી કરવામાં આવ્યું છે.
180 કરોડના ખર્ચે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં
મહત્વનુ છે કે અમદાવાદમાં વટવામાં 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આવાસ જે કોઈને ફાળવવામાં આવ્યા નહીં અને ખંડેર બની ગયા તેને હવે આખરે તોડવાનો નિર્ણય અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યો છે.
ખંડેર બની ગયેલા આવાસોને તોડી પડાયા
180 કરોડના ખર્ચે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં જેના કારણે અસામાજિક તત્વો દ્વારા સળિયા ટાઇલ્સ પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા કે જેથી ત્યાં કોઈ રહી શકે નહીં તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ કે પીલરના સળિયા અને કોંક્રિટ કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો જેથી હવે મનપા એ 180 કરોડ ના ખર્ચે બનેલા આ આવાસ તોડવાનો નિર્ણય કર્યો છે






