VIDEO: Chhotaudepurની હોસ્પિટલ ધણી ધોરી વગરની! રખડતા ઢોર અને શ્વાન ફરે છે બેફીકર
છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ
છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ છે. અદ્યતન સુવિધાથી સજ્જ જનરલ હોસ્પિટલમાં રખડતા ઢોરો અને રખડતા શ્વાનનો આંતક જોવા મળ્યો છે. હોસ્પિટલમાં આવેલ પ્રસુતિ વિભાગમાં બેફિકર શ્વાન ફરી રહ્યા છે. લોકો રખડતા ઢોર અને અને શ્વાનથી ડરી રહ્યા છે. હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ લોકોને ડર લાગી રહ્યો છે. અગાઉ પણ જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાન અને ઢોરોનો આંતક હતો. પરંતુ જનરલ હોસ્પિટલનું તંત્ર આ બાબતે કોઈ ધ્યાન લેતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક આગેવાનો અને દર્દીઓ માંગ કરી રહ્યા છે, કે વહેલી તકે સરકાર આ બાબતે ગંભીર નોંધ લે તેવી માંગ કરી રહ્યા છે.


