VIDEO: Chhotaudepurથી નર્મદાને જોડતા રસ્તા પર હાલાકી, 4 બ્રિજ ભારે વાહનો માટે બંધ
છોટાઉદેપુર જિલ્લાને અને નર્મદા જિલ્લાને જોડતા નસવાડી તાલુકાના તલણખાથી સ્ટેચ્યુ ઑફ યુનિટીના માર્ગ ઉપર ચાર જેટલા નાના પુલો
છોટાઉદેપુર જિલ્લાને અને નર્મદા જિલ્લાને જોડતા નસવાડી તાલુકાના તલણખાથી સ્ટેચ્યુ ઑફ યુનિટીના માર્ગ ઉપર ચાર જેટલા નાના પુલો એક સાથે ભારદારી વાહનો માટે અને એસટી બસ માટે બંધ કરી દેવાયા છે. 90 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. સૌથી વધુ નુકશાન નસવાડી તાલુકાના તણખલા ગામને કરણ કે નર્મદા જિલ્લા માંથી લોકો ખરીદી માટે તણખલા ખાતે આવે છે સિમેન્ટ સળિયા રેતી કપચી અને ખેતી માં વપરાતું ખાતર તણખલા થી નર્મદા જિલ્લામાં લોકો ખરીદી કરીને લઈ જાય છે.આ રસ્તો બંધ કરી દેવાતા ભારદારી વાહનો ને હવે 20 થી 25 કિલોમીટર નો ફેરો ખાવાનો વારો આવ્યો છે. ચાર જેટલા નાના બ્રિજો એક સાથે બંધ કરાતા આ બીજો ક્યારે બનશે અને ફરી વાહનો ક્યારે કાર્યરત થશે તેના માટે છોટાઉદેપુર જિલ્લાની અને નર્મદા જિલ્લાની પ્રજા ચિંતાતૂર બની છે. 90 ગામોના લોકો માટે આ મુખ્ય માર્ગ છે. ચાર જેટલા કોતરો ઉપર નાના પુલો આવેલા છે સરકારે વહેલી તકે આ પુલો ની મંજૂરી આપવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.


