VIDEO: સુરતના ઉધનામાં કારખાનામાં લાગી ભયાનક આગ, 2 કલાક બાદ ફાયરના જવાનોએ લીધી કાબૂમાં
રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સ
રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરતના ઉધના વિસ્તારમાં વહેલી સવારે આગની દુર્ઘટના સામે આવી છે. જેમાં સોનલ ઈન્ડસ્ટ્રીઝ પાસે આવેલા કારખાનામાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયરની ત્રણ ગાડીઓ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી, ફાયરના જવાનોની 2 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.




