મહીસાગરનો ભયાવહ કિસ્સો: ગામની પાસેના જંગલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
મહીસાગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઘોર કળિયુગમાં માવતર કમા

મહીસાગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઘોર કળિયુગમાં માવતર કમાવતર થયાનો પુરાવો રજુ થયો છે. મહીસાગર જિલ્લામાંથી વધુ એક નવજાત જન્મેલ બાળકનો મૃત દેહ મળી આવતા ચકચારી મચી જવા પામી છે.
મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેની સિમમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. ગામના જંગલોમાં જ બાળકને ક્રુરતાપૂર્વક કોઈપણ દયા દાખવ્યા વિના ફેંકી દેવામાં આવ્યું હતું. નવજાત બાળકના શરીર પરના ઘા માનવતા નહિ પરંતુ દાનવતાની નિશાની બતાવે છે.
આ પણ વાંચો : મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલની અટકાયત
નવજાત બાળક દીકરી હોવાના કારણે કે પછી અન્ય કારણોને લઈ બાળકને ફેંકી દેવાયું તેને લઈને લોકમાં ભારે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. ગામ લોકો દ્વારા બાકોર પોલિસને જાણ કરવામાં આવી હતી. મામલાની જાણ થતાં બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






