મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપરાડામાં ટ્રક-મોપેડ વચ્ચે અરેરાટીભર્યો અકસ્માત, યુવા ગ્રામ સેવિકાના મોતથી શોકનો માહોલ

વલસાડ જિલ્લામાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કપરાડા તાલુકામાંથી પસાર થતા

કપરાડામાં ટ્રક-મોપેડ વચ્ચે અરેરાટીભર્યો અકસ્માત, યુવા ગ્રામ સેવિકાના મોતથી શોકનો માહોલ

વલસાડ જિલ્લામાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કપરાડા તાલુકામાંથી પસાર થતાં રોડ પર ટ્રક અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવા ગ્રામ સેવિકાનું મોત નીપજયું હતું. જેથી સમગ્ર પંથકની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ સુધી શોકની કાલિમા ફેલાઈ હતી.

ટ્રકે બનાવ્યા કાળનો કોળિયો

કપરાડા સાહુડા ગામે ગ્રામ સેવિકા તરિકે કૃપાલી સંઘાણી ફરજ બજાવતા હતાં. આજે તેઓ પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકે મોપેડ સવાર કૃપાલી સંઘાણીને અડફેટે લીધી હતી. જેથી કૃપાલીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કૃપાલી સંઘાણી રાજકોટના વતની હોવાથી તેમના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે ગુનો નોંધીને ટ્રકનો કબ્જો લીધો હતો.

ખરાબ રસ્તો કારણભૂત

સાહુડા ગામની આગેવાન મહિલાએ કહ્યું કે, અમારા વિસ્તારના નગર સેવકના મોતથી અમે વ્યથિત છીએ. રસ્તા પર ખૂબ ખાડાઓ પડી ગયા છે. જે રિપેર ન થયા હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અમે અમારા આશાસ્પદ ગ્રામ સેવિકાને ગુમાવ્યા છે. તેઓ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વતની છે. તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો