અમદાવાદ: ઓઢવમાં બેઘર થયેલા માલધારીઓએ સરકારને કરી રજૂઆત, જંત્રીના ભાવે પ્લોટ આપવા માંગ
થોડા સામે પહેલા AMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસા

થોડા સામે પહેલા AMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું. જેના પગલે લગભગ 500થી વધુ માલધારીઓ બેઘર બન્યા હતા. ત્યારે રબારી સમાજના લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે મિટિંગ કરી હતી. અને જમીન વેચાણથી ખરીદવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા મેગા ડેમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવૈ હતી. જે અંતર્ગત 20 જાન્યુઆરીમાં રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્પોરેશનની ટીમે 1833 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારે 1960થી ઓઢવની રબારી વસાહતમાં રહેતા લોકોએ જંત્રીના ભાવે મકાન આપવા બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાથે મિટિંગ કરી હતી.
આ બાબતે રબારી સમાજના આગેવાન રમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "ડિમોલેશન બાદ અમે સરકારને રજૂઆત કરી હતી કે અમને જંત્રીના ભાવે પ્લોટ વેચાણ કરવામાં આવે, ભૂતકાળમાં પણ કોર્પોરેશનને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આજે ફરી અમે કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરી છે. તંત્ર દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, જંત્રીના ભાવએ જમીન આપવા અંગે વિચારણા કરવામાં આવશે. જમીન આપવી કે નહીં તે નિર્ણય રાજ્ય સરકાર કરશે."






