VIDEO:સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ગૃહમંત્રીએ લેવડાવ્યા શપથ, વાલીઓ આવું ન કરે તે માટે વિદ્યાર્થીઓ કરશે જીદ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે. આ કાર્યક્રમ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે. આ કાર્યક્રમમાં સુરતની શાળામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. ઘોડદોડ રોડ ખાતેની નગર પ્રાથમિક સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં હર્ષ સંઘવીએ બાલ વાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ તેમણે બાળકોને શપથ લેવડાવ્યા હતાં. બાળકોના વાલી હેલ્મેટ પહેરીને બહાર નીકળે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શપથ લેવડાવ્યાં હતાં.
બાળકોએ જીદ કરવી
નાના બાળકોને પગમાં કંકુ ચોખા લગાવીને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે જેના માટે બાળકોએ પોતાના વાલીને બાઈક પર બેસતા પૂર્વે હેલ્મેટ પહેરાવવાની જીદ કરવી જોઈએ તેમ પણ કહ્યું હતું.
શાળાઓમાં સુવિધા વધી
હર્ષ સંઘવીએ કહ્યું કે, હાલના વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી કાળથી શરૂ કરાવેલા દૂરંદેશિતાભર્યા આ કાર્યક્રમમાં બાળકો પહેલા દિવસે રડવાની જગ્યાએ ખીલખીલાટ હસતા થયા છે. આજે બાળકોને શાળાઓમાં અત્યાધુનિક સગવડો આપવામાં આવે છે. જેથી બાળક સતત અગ્રેસર રહે. નવી શિક્ષણ નીતિથી બાળકોના ભવિષ્ય ઉજ્જવળ છે. તમામ ક્ષેત્રે અગ્રેસર બને તેનું ધ્યાન રાખવામાં આવે છે.








