મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગણેશજીની મૂર્તિ પર કાંકરીચાળા બાદ શાંતિપૂર્ણ વિસર્જન, ગૃહમંત્રી સંઘવીએ પોલીસને આપ્યા અભિનંદન

સુરતના સૈયદપુરામાં ગણેશજીની સ્થાપના બાદ પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર સત

સુરતમાં ગણેશજીની મૂર્તિ પર કાંકરીચાળા બાદ શાંતિપૂર્ણ વિસર્જન, ગૃહમંત્રી સંઘવીએ પોલીસને આપ્યા અભિનંદન

સુરતના સૈયદપુરામાં ગણેશજીની સ્થાપના બાદ પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર સતત દોડતું રહ્યું હતું. બાદમાં ગતરોજ ગણેશ વિસર્જન દરમિયાન પોલીસની ભારે કસોટી હતી. જો કે, પોલીસ દ્વારા 72 કલાકથી વધુ ખડે પગે રહીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાવામાં આવ્યું હતું. જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતાં. 

72 કલાક પોલીસ ખડેપગે

સુરતમાં સુખમય ગણપતિ વિસર્જન પૂર્ણ થયું હતુ. જેથી ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સુરત પોલીસ સતત 72 કલાકથી ખડે પગે લોકોની સેવામાં ઉભી રહી હતી. પોલીસના જવાનોએ 72 કલાક તેમનો ઘરનો દરવાજાઓ પણ જોયો નથી. જેથી આ કાર્ય શક્ય બન્યુ હોવાનું સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું.

પોલીસને હાશકારો

સુરતમાં થયેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. સાથે વિસર્જનમાં કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગતરોજ અલગ અલગ જગ્યાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સતત દોડતાં રહ્યાં હતાં. જેથી ગણપતિ વિસર્જન પૂર્ણ થતા પોલીસે હાશકારો લીધો છે.

આ સમાચાર શેર કરો