ગૃહ વિભાગ દ્વારા 20 ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચાઈ, જુઓ કોને કોને મળી હતી સુરક્ષા
ગુજરાતમાં 20 ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠકમાં આ ધારાસભ્યો

ગુજરાતમાં 20 ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠકમાં આ ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવાની સૂચના આપી છે.
ધારાસભ્યની સાથે અન્ય VIP લોકોને અપાયેલી સુરક્ષા પરત ખેંચાઈ છે. દર 6 મહિને ગૃહ વિભાગ, DGP અને IB સહિત અધિકારીઓની સમિક્ષા બેઠક યોજાય છે જેમાં રિપોર્ટને આધારે આ કાર્યવાહી કરવામાં આવે છે.
આ મહાનુભાવોની સુરક્ષા પાછી ખેંચાઇ
| મહાનુભાવનું નામ | હોદ્દા, શહેર-જિલ્લો |
| કલ્પેશ ગોસ્વામી | સરકારી વકીલ, પશ્ચિમ કચ્છ-ભૂજ |
| રાકેશ મધુસુદન પારેખ | વડોદરા શહેર |
| ટેમુભા નારસંગ પનાર | અમદાવાદ ગ્રામ્ય |
| દિલીપ ત્રિવેદી | વિહીપ બેરર, મહેસાણા |
| સીતારામ મારવાડી | અમદાવાદ શહેર |
| અમીત મોહનભાઇ શર્મા | અમદાવાદ શહેર |
| આલા અફનાસેવા (સંતોષ નહેલાણીની પત્ની) | અમદાવાદ શહેર |
| સાજણ પૂંજાભાઇ ઓડેદરા | પોરબંદર |
| મોહમ્મદ હબીબ પીર મોહમ્મદ વાહેદ કલામ | સુરત શહેર |
| કુંવરબેન | ધંધુકા-અમદાવાદ જિલ્લો |
| ઢેલીબેન ઓડેદરા, વિક્રમ માલદે, ગાંગા માલદે | પોરબંદર |
| જે.કે.ભટ્ટ | માનવ અધિકાર પંચ સદસ્ય, અમદાવાદ શહેર |
| ડૉ. એ.કે.દૂબે | કેટ-મેમ્બર, અમદાવાદ શહેર |
| રામેશ્વર વ્યાસ | કેટ મેમ્બર અમદાવાદ શહેર |
| દિવ્યા રવિયા જાડેજા | મદદનીશ નિયામક, ACB, અમદાવાદ શહેર |
| કરણસિંહ પંથ | ગાંધીનગર |
| દિનેશ ઠાકોર | ધારાસભ્ય (ચાણસ્મા), અમદાવાદ શહેર |
| સંજયસિંહ મહિડા | ધારાસભ્ય (મહુધા), ખેડા |
| મોહન ઢોડીયા | ધારાસભ્ય, મહુવા, તાપી |
| રમણ પાટકર | ધારાસભ્ય, ઉમરગામ, વલસાડ |
| શામજીભાઇ ચૌહાણ | ધારાસભ્ય, ચોટીલા, સુરેન્દ્રનગર |
| નંદીનીબેન મનોજભાઇ પરમાર | અમદાવાદ શહેર |
| દિનેશ બાંભણિયા | પાસ-કન્વીનર, ગાંધીનગર |
| પ્રકાશ કે.શાહ | ગાંધીનગર |
| દર્શન વિનોદભાઇ સોલંકી | સુરેન્દ્રનગર |






