Kheda news: ભારે વરસાદને પગલે આવતીકાલે ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ખેડા જિલ્લાની તમામ શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ભારે વરસાદને લીધે આવતીકાલ

ખેડા જિલ્લાની તમામ શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ભારે વરસાદને લીધે આવતીકાલે તા. ૦૮/ ૦૯/ ૨૦૨૫ ના રોજ બંધ રહેશે. બાળકોની સલામતીના હિતને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ખેડા તથા આજુબાજુના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં વહેતી સાબરમતી, મહી, વાત્રક, શેઢી વગેરે નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેથી જિલ્લામાં કોઈ અઘટીત આકસ્મિક ઘટના બનવા ન પામે તેના માટે સલામતીના પગલાં રૂપે તા.૦૮/૦૯/૨૦૨૫, સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને અભ્યાસ કરતાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.




