સુરતમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને પ્રજ્ઞાચક્ષુઓએ કર્યુ ધ્વજવંદન, ટેલેન્ટ શોમાં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા
દેશ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુઓ બાકી

દેશ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુઓ બાકી રહ્યા નથી. પ્રજ્ઞાચક્ષુઓઅ સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા નાનક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બ્લાઇન્ડના અંધ વિદ્યાર્થીઓ દ્વારા સફળ ટેલેન્ટ શો યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન કરીને રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજ્યો હતો. ગીત સંગીતના તાલે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની કલાના દર્શન પણ કરાવ્યા હતા.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસે લીધો ભાગ
નેશ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી દેવ્યાની ઠાકોરે કહ્યુ કે, અમારા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન અને સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે. આજે સ્વતંત્રતા ન હોત તો આવા કાર્યક્રમો પણ ન થઈ શક્યા હોત. સ્વતંત્રતાનો નાનો મતલબ નથી. સર્વાંગી વિકાસ એટલે સ્વતંત્રતા. દરેક સમાજના લોકો સામાન્ય કે દિવ્યાંગ તમામને વિકાસ તરફ જવાનું છે. આર્થિક, સામાજિક રાજકીય, ધાર્મિક સહિતની તમામ બાબતોમાં તમામે વિકાસ કરવાનો છે.
સોફ્ટવેર એન્જિનિયર બન્યા ચીફ ગેસ્ટ
ભાર્ગવ વઘાસિયાએ કહ્યુ કે, હું મેંદરડાથી એનએફબીમાં ચીફ ગેસ્ટ તરિકે આવ્યો છું. હું બ્લાઈન્ડ હોવાની સાથે સોફટવેર એન્જિનિયર છું. આજનો આ કાર્યક્રમ ખૂબ સારો છે. દેશભક્તિનો આ કાર્યક્રમ ખૂબ સારો છે. મને અહિં આમંત્રણ મળતા ધન્યતા અનુભવુ છું. લોકોને એક જ મેસેજ આપીશ કે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે આ બ્રાન્ડ અને ટેક્નોલોજીનો યુગ છે ત્યારે તમામે આ દિશામાં આગળ વધવું જોઈએ.






