મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં નોંધાયો HMPVનો કેસ, 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં રહેતા

અમદાવાદમાં નોંધાયો HMPVનો કેસ, 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર  વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં HMPV વાયરસનો આ ત્રીજો કેસ છે. 80  વર્ષીય વૃદ્ધ દર્દી  સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં નોંધાયો HMPVનો બીજો કેસ, હિંમતનગરમાં 8 વર્ષનું બાળક પોઝિટિવ

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય સરકારે વાઈરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

હિંમતનગરમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 

અમદાવાદમાં નોંધાયો HMPVનો પ્રથમ કેસ

ચીનના ખતરનાક વાઈરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. જેમાં શંકાસ્પદ જણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હોસ્પિટલે તંત્રને અવગત ન કરતા AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.

આ સમાચાર શેર કરો