પારડીના કલસર નજીક હિટ એન્ડ રન, ફૂલ સ્પીડમાં દોડતી કારની ટક્કરથી બાઈક ચાલકનુ મોત
વલસાડના પારડીના કલસર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પારડીના કલસર ગામે દમણ તર

વલસાડના પારડીના કલસર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પારડીના કલસર ગામે દમણ તરફથી પૂરટ ઝડપે આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઘટના સીસીટીવીમાં કેદ
ધરમપુરના ઓઝરપાડા ગામના માસ્તર ફળિયામાં રહેતો અને IDBI બેંક વાપી ખાતે કલેક્શનનું કામ કરતો વિપુલ સુરેશભાઈ પટેલ ગત તા 4 સપ્ટેમ્બરે પારડીના કલસર ગામે ચોકી ફળિયામાં માછલી ઘર સામેના માર્ગથી બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે રાત્રે 11.30 કલાકે દમણ તરફથી પૂર ઝડપે આવતી એક કારે વિપુલની બાઇકને ટક્કર મારી ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો.
સુરતની હોસ્પિટલમાં મોત
કારની ટક્કરે ઘવાયેલા વિપુલને પ્રથમ પારડી બાદ વધૂ સારવાર માટે સુરતની હોસ્પિટલ ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન ગત તા 5 સપ્ટેમ્બરે મોત નીપજયું હતું. જે તે દિવસે પરિવારે સુરત ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ ગત તા 24 સપ્ટેમ્બરે ભાગી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.








