મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંજારના વરસામેડીમાં હિટ એન્ડ રનની ઘટના, 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત

કચ્છ: અંજારના વરસામેડીમાં વેલસ્પનના ગેટ નજીક બાઈકને ટ્રેલરે અડફેટે લીધું હતું. પરીક્ષા આપ

અંજારના વરસામેડીમાં હિટ એન્ડ રનની ઘટના, 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત

કચ્છ: અંજારના વરસામેડીમાં વેલસ્પનના ગેટ નજીક બાઈકને ટ્રેલરે અડફેટે લીધું હતું. પરીક્ષા આપી ઘરે જતાં વિદ્યાર્થીનું આ હિટ એન્ડ રન અકસ્માતમાં મોત થયું છે.

અંજારના વરસામેડીમાં વેલસ્પનના ગેટ પાસે સેવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા 19 વર્ષીય અંકુશ સુધન પ્રસાદનું મોત થયું છે. અકસ્માતમાં અંકુશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકુશ સુધન પ્રસાદને તાત્કાલિક સારવાર માટે આદિપુરથી ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક વિદ્યાર્થીના પિતા હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો