વડોદરામાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત, 1 ઈજાગ્રસ્ત
વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાવલી હાલોલ રોડ પર કોઈ અજ

વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાવલી હાલોલ રોડ પર કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં છે.
આ પણ વાંચો : વેપારી-ગ્રાહક વચ્ચે દૂધ લેવા બાબતે ઉઠી તલવાર, 3 ઘાયલ; 3ની ધરપકડ
વડોદરામાં સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહને બાઈક સવાર યુવાનનો ભોગ લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં 23 વર્ષીય રાકેશ રાઠવાનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. તેમજ બાઈક પર પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 દ્વારા સારવાર અર્થે સાવલી જનમોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક રાકેશના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




