હિંમતનગર / લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા, પરિવારના સભ્યો સામેલ હોવાનો ખુલાસો
સાબરકાંઠા / હિંમતનગરના રામનગર વિસ્તારનો ડબલ મર્ડરનો ભેદ પોલ

સાબરકાંઠા / હિંમતનગરના રામનગર વિસ્તારનો ડબલ મર્ડરનો ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલી દીધો છે. હિંમતનગર પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.
ડબલ મર્ડર સાથે ૭૭.૨૫ લાખની લૂંટમાં પરિવારના સભ્યોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મંગળવારે (1 મે 2024) બપોરના સુમારે પતિ-પત્નીની કરૂણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનામાં પતિ વિક્રમસિંહ ભાટી અને પત્ની મીનાકુમારી ભાટીની હત્યા તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જો કે આ બનાવ જાણ થતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. આ મામલે 24 કલાકની અંદર જ પોલીસને મોટી સફળતા મળી છે.
ઘરમાંથી દાગીના અને રોકડ બે યુવકો પાસેથી રિકવર કર્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ પુત્રવધૂએ જ આ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કાવતરું સામે આવ્યું છે.
કેવી રીતે ઘટનાને આપ્યો અંજામ?
રામનગર સોસાયટીમાં રહેતા રીટાયર્ડ એ.એસ.આઇ. વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્નિ મનહરબા ભાટીની અજાણ્યા બે ઇસમો દ્વારા કરૂણ હત્યા કરીને મકાનમાં રહેલ રૂ.૩૫,૦૦,૦૦૦/- રોકડા તથા સોનાના દાગીના ૬૫ તોલાનાની લૂંટ કરી હતી.
મૃતક વિક્રમસિંહના દિકરા વનરાજસિંહની પત્નિ મીત્તલકુમારીએ રસોડામાં લોહીના ડાઘ વાળા પગલા પડેલ તે જગ્યાએ કપડું મારીને નિશાન સાફ કરી દીધા હતા. મીત્તલકુમારીની અલગ અલગ રીતે પુછપરછ કરતાં મીત્તલકુમારીએ સસરા વિક્રમસિંહ ભાટી તથા સાસુ મનહરકુંવબા તેમને અને તેમના દિકરાને માનસીક ત્રાસ આપતા હોય અને તેઓની સાથે ઝઘડો કરતા હતા, જેથી પોતે તથા પોતાના દિકરાએ મળીને આ બંનેને મારી નાખવાનું નકકી કર્યું હતું.
મીત્તલકુમારી તથા તેના દિકરાએ હેત અતુલકુમાર પટેલ રૂ.૧૦,૦૦,૦૦૦/- માં વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા મનહરબાની સોપારી આપી હતી. મીત્તલકુમારીના દિકરાએ હેત પટેલને આ બંનેના મર્ડર માટે ઘરમાં રહેલ કુલ ૨ ચાકુ આપ્યા હતા.
30મે 2024નાએ જયારે વિક્રમસિંહ ભાટીના દિકરા વનરાજસિંહ પોતાના ઘરેથી કામકાજ સારૂં બહાર ગયેલ તે સમયે આ મીત્તલકુમારી તથા તેમનો દીકરાએ સાથે મળી તેમના સાસુ સસરા ઘરે એકલા હતા તે સમયનો લાભ ઉઠાવીને હેત પટેલને લેવા ગયેલ અને હેત પટેલ તથા વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાને ઘરે લઇને આવ્યો હતો. જે બાદ હેત પટેલએ પ્રથમ વિક્રમસિંહ ભાટીનું ચાકુ વડે ગળું કાપીને ખુન કર્યું, જે બાદ મનહરકુંવરબાને મારવાનો પ્રયાસ કરેલ દરમ્યાન મનહકુંવરબા ચીસ પાડતાં મનહકુંવરબાનું મોઢું દબાવીને પકડી રાખ્યું હતું અને હેત પટેલ સાથે આવેલ વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાએ મનહરકુંવરબાને ગળાના ભાગે ચાકુ મારીને હત્યા કરી હતી. તે બાદ વિપુલસિંહ નાથુસિંહ વાઘેલા તથા હેત પટેલે બેડરૂમના લોકરમાં મુકેલ રૂ.૩૫,૦૦,૦૦૦/- ભરેલ રોકડા તથા સોનાના દાગીના મુકેલ થેલો નિકાળી અને વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાને મોદી ગ્રાઉન્ડ ખાતે મુકવા ગયો હતો. જે બાદ મીત્તલકુમારીએ રસોડામાં લોહીના પગલા સાફ કરી દીધા તથા લોકરમાં મુકેલ સોનાના દાગીના મીત્તલકુમારીએ પોતાના બેડરૂમમાં સંતાડી દીધા બાદ આ બનાવ બનેલ હોવા બાબતે તેણે પોતાના પતિને ફોન કરી તથા સોસાયટીમાં બુમો પાડી હતી.








