VIDEO: કામરેજથી ચલથાણ સુધીના હાઈવેને 686 કરોડના ખર્ચે 6-લેન કરાશે, દૈનિક 1.30 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે રાહત
દક્ષિણ ગુજરાતના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે 48 પર કામર


દક્ષિણ ગુજરાતના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે 48 પર કામરેજથી ચલથાણ વચ્ચેનો લાંબા સમયથી રહેલો બોટલનેક હવે દૂર થવા જઈ રહ્યો છે, કારણ કે રૂપિયા 686.15 કરોડના ખર્ચે હાઈવે અપગ્રેડ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આશરે 17 વર્ષથી ચાલતો ઈન્તજાર હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. કામરેજથી ચલથાણ વચ્ચેનો 13.8 કિમીનો માર્ગ હવે 6-લેનમાં વિકસાવવામાં આવશે. જેના કારણે દરરોજ પસાર થતા અંદાજે 1.30 લાખ વાહનચાલકોને ટ્રાફિક જામ અને અકસ્માતોમાંથી મોટી રાહત મળશે.



