VIDEO: અલથાણથી ડ્રીમ સિટી સુધીના 8 કિલોમીટરના રૂટ પર મેટ્રોનું સફળ ટ્રાયલ રન, સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ
સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે અલથાણથી ડ્રીમ સિટી સુધ

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજેઅલથાણથી ડ્રીમ સિટી સુધીના8 કિલોમીટરના રૂટ પર મેટ્રોનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રાયલના અદભૂત દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈ સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ કામગીરી અંતિમ તબક્કામાં છે, જે જોતા આગામી સમયમાં ડાયમંડ સિટીના લોકો ખૂબ જ ઝડપથી મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ લઈ શકશે.


