મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ધાબા પર હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, 16 લોકોની કરાઈ અટકાયત

અમદાવાદમાં વાસી ઉત્તરાયણી ઉજવણીમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ છે. પંચવટી વિસ્તારમાં ગુલબાઈ ટ

Ahmedabad news: ધાબા પર હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, 16 લોકોની કરાઈ અટકાયત

અમદાવાદમાં વાસી ઉત્તરાયણી ઉજવણીમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ છે. પંચવટી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગના ધાબા પર પોલીસે દરોડા પાડ્યાં હતા. ડીજે પાર્ટીની ધમાલ ચાલતી હોવાની કન્ટ્રોલરૂમમાં ફરિયાદ મળતા પોલીસે ચેકિંગ કર્યું તો ખુલ્લેઆમ ચાલતી દારૂ પાર્ટી ઝડપાઈ હતી. ધાબા પર હાજર મોટાભાગના લોકો પીધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસે કુલ 16 લોકોની અટકાયત કરી છે. ઉત્તરાયણની ઉજવણીના બહાને મિત્રોએ એકઠા થઈ આ મહેફિલ ગોઠવી હતી.

દારૂની પાર્ટીનું આયોજન બિલ્ડરના પુત્ર દ્વારા કરાયું 

પ્રાથમિક માહિતી અનુસાર દારૂની પાર્ટીનું આયોજન એક જાણિતા બિલ્ડરના પુત્ર દ્વારા કરાયું હતું. બિલ્ડરનો પુત્ર રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાની પણ ચર્ચા છે. એવો પણ ગણગણાટ છે કે કાર્યવાહી ન થાય તે માટે આઈપીએસની ભલામણો દોર પણ શરૂ થયો હતો. પોલીસ જ્યારે પહોંચી ત્યારે હાજર લોકો નશાની હાલતમાં જોવા મળ્યાં હતા. ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો અને હુક્કા પણ મળી આવ્યાં છે.

આ સમાચાર શેર કરો