Ahmedabad news: સંમતિથી છૂટાછેડા મામલે હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ફેમિલી કોર્ટના હુકમને બદલી આપ્યો આ આદેશ
ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા

ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરીયડ ફરજિયાત નહીં છે અને જો પુનઃ મિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરીયડ જતો કરી શકાય છે. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી હતી, પરંતુ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલીને નવી રીતે નિર્ણય લેવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ ચુકાદા સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા માંગતા દંપતિઓને રાહ જોવડાવવી ન્યાયના હિતમાં નહીં હોવાનું સ્પષ્ટ થયું છે.




