Ahmedabad news: ગૌશાળા ડિમોલિશન મામલે હાઈકોર્ટે મામલતદાર-પ્રાંત અધિકારીનો લીધો ઉધડો, અધિકારીને કોર્ટમાં હાજર રહેવા હુકમ
સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર ગૌશાળાના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટ

સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર ગૌશાળાના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં હાઈકોર્ટે ઇન્ચાર્જ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી મકવાણાનો ઉધડો લીધો છે. ઈન્ચાર્જ મામલતદારે ઓર્ડરમાં ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાનુ કહેતા હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી તેમજ એનડેટેડ અને પ્રોસિડિંગ વિના ઓર્ડર કરતા હાઈકોર્ટે ઉધડો લીધો હતો.
બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ
આ ઉપરાંત અધિકારી પર ખાતાકીય તપાસ થવી જોઈએ, ઓર્ડર કેવી રીતે પાસ થયો તેનો સંતોષકારક જવાબ નહીં મળે તો મામલતદાર અને ડેપ્યુટી કલેકટરને સફર થવું પડશે તેમ પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જવાબ રજૂ કરવા 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, તેમજ આગામી સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ મામલતદારને પણ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.




