મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: આધારકાર્ડ લિંક કરવા મામલે રેશન દુકાનદારોની અરજી હાઈકોર્ટે ફગાવી, કર્યું આ અવલોકન

રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોના વેપારીઓએ કરેલી અરજી હાઈક

Ahmedabad news: આધારકાર્ડ લિંક કરવા મામલે રેશન દુકાનદારોની અરજી હાઈકોર્ટે ફગાવી, કર્યું આ અવલોકન

રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોના વેપારીઓએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ફરજિયાત શરતને પડકારવામાં આવેલી અરજી ફગાવી દેતા રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. 

ફરજિયાત શરતને પડકારવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી

પ્રાપ્ત માહિતી મુજબ રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોના વેપારીઓ દ્વારા હાઈકોર્ટમાં એક અરજી કરાઈ હતી, જે બાદ નકલી રેશનકાર્ડ અને ભૂતિયા લાભાર્થી સહિતની બાબતો દૂર કરવા માટે રાજ્ય સરકારનો પ્રયાસ હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની પણ વકીલે કોર્ટને જણાવ્યું હતું. જે બાદ રાજ્ય સરકારની ફરજિયાત શરતને પડકારવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ અંગે નેશનલ ફૂડ સેફટી એક્ટ પર ઉભા કરવામાં આવેલા સવાલોમાં દખલ કરવાનું કારણ દેખાતું ન હોવાનો હાઇકોર્ટનો મત છે. 

આ સમાચાર શેર કરો