મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીને હાઈકોર્ટે આપી રાહત, પિતા-પુત્રના જામીન કરાયા મંજુર

અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા. જે

Ahmedabad news: ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીને હાઈકોર્ટે આપી રાહત, પિતા-પુત્રના જામીન કરાયા મંજુર

અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા. જેમાં ચંડોળા તળાવમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ, વીજળી કનેક્શન, સરકારની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી ભાડું વસુલવાના કેસમાં તંત્રએ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદની ધરપકડ કરી હતી. કેસમાં જામીન મેળવવા માટે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે શુક્રવારે (26 સપ્ટેમ્બર) હાઈકોર્ટે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદના શરતી જામીન મંજૂર કર્યા છે. 

પિતા-પુત્રએ ચંડોળામાં ઊભું કર્યું હતું ગેરકાયદે સામ્રાજ્ય

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ આચરનાર અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો. 29 એપ્રિલ, 2025ના રોજ લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમદની ધરપકડ કરી હતી. પોલીસે લલ્લા બિહારીની ધરપકડ કર્યા બાદ ગત 4 મે, 2025ના રોજ અમદાવાદ પોલીસની ટીમ આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રને પકડીને ચંડોળા વિસ્તાર ખાતે લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણો કર્યા હતા, તે તમામ જગ્યા પર પોલીસ લઈ ગઈ હતી અને નિવેદન નોંધ્યા હતા.

તંત્રએ 4000 ગેરકાયદે ઝુંપડાઓનું કર્યું હતું ડિમોલિશન 

અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી કરીને તંત્રએ 4000 જેટલા ઝુંપડા, નાના-મોટા મકાનો તોડી પાડ્યા હતા. લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસે પૂછપરછમાં લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘુષણખોરીનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જે માટે તે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો. સાથે-સાથે તેણે ગેરકાયદે આવકથી સોનામાં રોકાણની સાથે કન્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તરપ્રદેશમાં જમીનમાં મોટાપાયે નાણાં રોક્યા હતા. 

આ સમાચાર શેર કરો