મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સોમનાથ મંદિર અવશેષ મુદ્દે જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી

સોમનાથ મંદિર આસપાસ બૌદ્ધ અવશેષો હોવાના વિવાદને લઈને દાખલ કરવામાં આવેલી જાહેર

સોમનાથ મંદિર આસપાસ બૌદ્ધ અવશેષો હોવાના વિવાદને લઈને દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વર્ષ 2017માં આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને જાહેર કરવાની માંગ કરતી આ અરજીને કોર્ટે નામંજૂર કરી છે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અરજીમાં જાહેરહિત નથી અને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તે દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારની દલીલોને માન્ય રાખી અરજદારને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે આ અરજી મહારાષ્ટ્રના એક વતનીએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી.

આ સમાચાર શેર કરો