મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: VS હોસ્પિટલમાં પથારીની સંખ્યામાં ઘટાડો કરવા હાઈકોર્ટની મંજૂરી, જાણો AMC શા માટે લીધો આ નિર્ણય

અમદાવાદની વર્ષો જૂની VS હોસ્પિટલમાં હંગામી ધોરણ માટે પથારીની સંખ્યામાં ઘટાડો કરાયો છે. 507થી

Ahmedabad news: VS હોસ્પિટલમાં પથારીની સંખ્યામાં ઘટાડો કરવા હાઈકોર્ટની મંજૂરી, જાણો AMC શા માટે લીધો આ નિર્ણય

અમદાવાદની વર્ષો જૂની VS હોસ્પિટલમાં હંગામી ધોરણ માટે પથારીની સંખ્યામાં ઘટાડો કરાયો છે. 507થી ઘટાડી હવે માત્ર 200 પથારીઓ માન્ય રહેશે. ગુજરાત હાઇકોર્ટે AMCની આ અંગે કરાયેલી અરજીને મંજૂરી આપી દીધી છે. AMCએ જર્જરીત ઇમારતના વિગતવાર ફોટો સોગંદનામા સ્વરૂપે આપ્યા હતા. સ્ટ્રક્ચરલ ઇજનેર સહિતના વિભાગોના રિપોર્ટ પણ કોર્ટના ધ્યાને મુકાયા છે, જેમાં ચિનાઈ મેટરનિટી અને ટાગોર ઇમારતને મરામતની જરૂર હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

વોર્ડ 1 થી 6ની મરામત સમયે દર્દીઓને યોગ્ય સુવિધા નહીં આપી શકાય તે માટે પથારી ઘટાડવા AMCએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આગામી 2 વર્ષમાં ફરીથી 507 પથારીઓ ઊભી કરવાની AMCએ ખાતરી પણ આપી છે. નેશનલ મેડિકલ એસોશિએશન દ્વારા પણ સમગ્ર પ્રક્રિયા માટે સંમતિ આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો