ગાંધીનગર: તારાપુર બ્રિજ પાસે બેકાબૂ કાર ડિવાઈડર તોડી અન્ય કાર સાથે અથડાઈ, એકનું મોત, ત્રણ ઘાયલ
ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર તારાપુર ગામના બ્રિજ પાસે ગઈકાલે

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર તારાપુર ગામના બ્રિજ પાસે ગઈકાલે રાત્રિના સમયે અમદાવાદ તરફથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈને અમદાવાદ તરફ જઈ રહેલી કાર સાથે અકસ્માત સર્જી દીધો હતો. આ દુર્ઘટનામાં એક કારના ચાલકનું મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બેકાબૂ કાર ડિવાઈડર તોડી અન્ય કાર સાથે અથડાઈ
મળતી વિગતો પ્રમાણે કલોલ પંચવટી ખાતે રહેતા અને સેક્ટર ૧૧માં સ્ટેશનરીની દુકાન ચલાવતા બીપીનચંદ્ર ડાયાભાઈ પટેલ અન્ય બે યુવાનો સાથે ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તેમની કાર ગાંધીનગર સરખેજ હાઇવે ઉપરથી પસાર થઈ રહી હતી, તે સમયે તારાપુર બ્રિજ ઉપર અમદાવાદ તરફથી આવી રહેલી કારે ડિવાઈડર કૂદીને તેમની કાર સાથે અકસ્માત સર્જી દીધો હતો.
મૃતકનું નામ
બીપીનચંદ્ર ડાયાભાઈ પટેલ
ઈજાગ્રસ્ત
ઘનશ્યામભાઈ ગુમાનભાઈ વસાવા
હાર્દિક મહેન્દ્રસિંહ રાજપુત
અનુજ પ્રવિન્દ્ર ધાકરે- અન્ય કાર ચાલક
અકસ્માતમાં કાર ચાલકનુ ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત
અકસ્માતમાં કાર ચાલકનુ ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કારના ચાલક ચાંદખેડા ખાતે રહેતા અનુજ પ્રવિન્દ્ર ધાકરેને પણ ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો પણ આવી ગયા હતા. મૃતકનો મૃતદેહ અકસ્માત બાદ કારમાં ફસાઈ ગયો હતો, ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.








